D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ
મલેશિયામાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપ (D614G Strain) એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. પહેલેથી કોરોના મહામારીની રસી અને દવાઓ શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકોએ હવે નવેસરેથી જદ્દોજહેમત કરવી પડી શકે છે. આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી મળેલા કોવિડ સ્ટ્રેઈન્સથી 10 ઘણો વધુ ચેપી આ નવું સ્વરૂપ હોવાનું કહેવાય છે. મલેશિયાના એક ક્લસ્ટરમાં સામે આવેલા 45માથી ઓછામાં ઓછા 3 કેસમાં આ પ્રકારનો કોરોના વાયરસ (D614G Strain) મળી આવ્યો છે. દુનિયાના કેટલાક ભાગોમાં આ Strain પહેલા પણ જોવા મળ્યો હતો. યુરોપ અને અમેરિકામાં કોરોનાનું આ સ્વરૂપ ભારે પ્રમાણમાં જોવા મળ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: મલેશિયામાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપ (D614G Strain) એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. પહેલેથી કોરોના મહામારીની રસી અને દવાઓ શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકોએ હવે નવેસરેથી જદ્દોજહેમત કરવી પડી શકે છે. આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી મળેલા કોવિડ સ્ટ્રેઈન્સથી 10 ઘણો વધુ ચેપી આ નવું સ્વરૂપ હોવાનું કહેવાય છે. મલેશિયાના એક ક્લસ્ટરમાં સામે આવેલા 45માથી ઓછામાં ઓછા 3 કેસમાં આ પ્રકારનો કોરોના વાયરસ (D614G Strain) મળી આવ્યો છે. દુનિયાના કેટલાક ભાગોમાં આ Strain પહેલા પણ જોવા મળ્યો હતો. યુરોપ અને અમેરિકામાં કોરોનાનું આ સ્વરૂપ ભારે પ્રમાણમાં જોવા મળ્યું હતું.
ભારત સાથે શું છે કનેક્શન?
મલેશિયામાં જે 3 લોકોમાં કોવિડનો D614G પ્રકાર જોવા મળ્યો તેમાંથી એક રેસ્ટોરા માલિક છે અને ભારતથી પાછા ફર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તેણે 14 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પણ ફોલો કર્યો નથી. જેનાથી સંક્રમણ વધુ ફેલાયું. હવે તે વ્યક્તિને પાંચ મહિના માટે જેલ મોકલી દેવાયો છે. આ સાથે જ તેના પર ભારે દંડ ઠોકવામાં આવ્યો છે. મલેશિયાના જ એક અન્ય ક્લસ્ટરમાં આ પ્રકારનો કોરોના કેસ જોવા મળ્યો છે. ત્યાંના લોકો ફિલિપાઈન્સથી પાછા મલેશિયા આવ્યાં હતાં.
શું છે કોરોનાનું આ D614G સ્વરૂપ?
D614G એ પ્રોટીનમાં મળી આવે છે જે વાયરસના 'સ્પાઈક'ને બનાવે છે. આ સ્પાઈક જ આપણી કોશિકાઓમાં ઘૂસણખોરી કરે છે. આ મ્યુટેશન અમીનો એસિડને D (એસ્પાર્ટિક એસિડ)થી G (ગ્લાઈસીન), પોઝિશન 614 પર બદલે છે. આથી તેનું નામ D614G રાખવામાં આવ્યું છે. કોરોના વાયરસની શરૂઆત બાદથી તેના અનેક મ્યુટેશન સામે આવ્યાં છે. આ સ્ટ્રેઈન એટલે કે D614G પહેલીવાર ફેબ્રુઆરીમાં યુરોપમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે SARS-CoV-2નો એક પ્રમુખ વેરિયન્ટ બની ગયો છે. દુનિયાભરમાં સ્વાબ સેમ્પલ્સમાં આ સ્ટ્રેઈન મળ્યો છે. કેટલાક રિસર્ચર્સના જણાવ્યાં મુજબ આ મ્યુટેશન દ્વારા વાયરસને એક પ્રકારનો બાયોલોજિકલ એજ મળી ગયો છે જેનાથી તે દુનિયાભરમાં ફેલાવવામાં સક્ષમ થઈ ગયો છે.
ફ્લોરિડાની સ્ક્રિપ્સ યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ મુજબ આ મ્યુટેટેડ વાઈરસ માણસની કોશિકાઓમાં ઘૂસવામાં વધુ સક્ષમ છે. રિસર્ચર્સના જણાવ્યાં મુજબ સ્પાઈક પ્રોટીન્સમાં ફેરફારથી તે એક સાથે જોડાઈને કોશિકાઓ પર હુમલો કરવાની ક્ષમતા વધારી લે છે. ન્યૂયોર્કમાં થયેલો એક અભ્યાસ જણાવે છે કે મ્યૂટેટેડ વાયરસથી ઝડપથી ચેપ ફેલાય છે.
નવા સ્વરૂપથી ટેન્શનની વાત કેમ?
મલેશિયાના સ્વાસ્થ્ય વિભાગના ડાઈરેક્ટર જનરલ નૂર અબ્દુલ્લાના જણાવ્યાં મુજબ આ સ્ટ્રેઈનના કેસ સામે આવ્યાના ભયંકર પરિણામ આવી શકે છે. તેમણે કહ્યું કે "અત્યાર સુધી વેક્સિન પર જે પણ સ્ટડીઝ થયા છે તે આ સ્ટ્રેઈન માટે અપૂરતા સાબિત થઈ શકે છે. એ પણ શક્ય છે કે આ મ્યુટેશન પર વેક્સિનની કોઈ અસર ન પણ થાય. અબ્દુલ્લાએ કહ્યું કે હાલ ક્લસ્ટર્સને મેનેજ કરવામાં આવી રહ્યાં છે. અમે સતત ફોલોઅપ કરીએ છીએ અને અલગ અલગ પરિસ્થિતિઓ માટે તૈયાર થઈ રહ્યાં છીએ."
જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે સ્ટ્રેઈનથી વધુ ગંભીર બીમારી થઈ શકે છે. સેલ પ્રેસમાં છપાયેલા એક રિસર્ચ પેપરમાં પણ કહેવાયુ છે કે આ મ્યુટેશનની હાલ ડેવલપ કરવામાં આવી રહેલી વેક્સિનની અસર પર વધુ પ્રભાવ પડવાની કોઈ શક્યતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે